વાઘ-બકરી ટી ગ્રૂપના ચેરમેન પિયૂષભાઈ દેસાઈનું નિધન

Wednesday 23rd September 2026 06:45 EDT
 
 

અમદાવાદઃ ભારતીય ચા ઉદ્યોગનું પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ તથા વાઘ-બકરી ટી ગ્રૂપના ચેરમેન પિયૂષભાઈ દેસાઈનું 15 સપ્ટેમ્બરે નિધન થયું છે. છ દાયકાથી વધુ ચા વ્યવસાય સાથે જોડાયેલા પિયૂષભાઈ ચાની અદ્ભુત પરખ અને બહોળા અનુભવ માટે જાણીતા હતા. કુશળ ટી ટેસ્ટર તરીકે તેમણે વાઘ-બકરી ટી ગ્રૂપને ગુજરાતની બહાર વિસ્તારી દેશના વિવિધ પ્રદેશોમાં મજબૂત ઓળખ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના માટે વ્યવસાય માત્ર વિસ્તરણ નહોતો. ગુણવત્તા, પ્રામાણિકતા, લાંબા ગાળાના સંબંધો અને સૌને સાથે લઈને આગળ વધવું તેમની કાર્યશૈલીના મુખ્ય આધાર હતા.


comments powered by Disqus