કેવડિયાઃ દિલ્હીની બહાર પ્રથમ વખત નર્મદાના કેવડિયા-એકતાનગરમાં 23 સપ્ટેમ્બરે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ યોજાયો, જેમાં કાર્તિક આર્યનને ‘ચંદુ ચેમ્પિયન’ અને મમૂટીને ‘બ્રહ્મયુગમ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે અભિનેત્રી યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ અપાયો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપ્યો હતો. આ ઉપરાંત ‘શ્રીકાંત’ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને ‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આપ્યો હતો. તમિલ સ્ટાર ધનુષને બે કેટેગરીમાં નેશનલ એવોર્ડ અપાયો હતો. સાઉથના એક્ટર અને KGFમાં કામ કરનારા અનંત નાગને વર્ષ 2024માં ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તેમણે કન્નડ, તેલુગુ અને હિન્દી સહિત 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમિલ સ્ટાર ધનુષને તેમની ફિલ્મ કેપ્ટન મિલર માટે બે એવોર્ડ મળ્યા છે.
બેસ્ટ ગુરાતી ફિલ્મ ‘મારણ’
અભિષેક જૈન દ્વારા દિગ્દર્શિત 2026ની ભારતીય ગુજરાતી થ્રિલર ડ્રામા ફિલ્મ ‘મારણ’ને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેમાં યશ સોની, દીક્ષા જોશી, શ્રુહદ ગૌસ્વામી, પ્રાચી ઠાકર, તર્જની ભાડલા, અભિનય બેન્કરે મુખ્ય ભૂમિકા ભજવી છે. અભિષેક જૈન ગુજરાતી સિનેમામાં અલગ પ્રકારના વિષયો પસંદ કરવા માટે જાણીતા છે. કેવી રીતે જઈશ, રૉન્ગ સાઇડ રાજુ અને વિઠ્ઠલ તીડી બાદ મારણમાં પણ તેમની અલગ વિચારસરણી જોવા મળે છે.
ફિલ્મ સિતારા હાનિકારક વસ્તુનો પ્રચાર ન કરે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું કે, ફિલ્મ સ્ટાર્સ ખૂબ જ લોકપ્રિય હોય છે અને દેશવાસીઓ ખાસ કરીને યુવાનોને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. હું વિનંતી કરવા માગું છું કે લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવા પદાર્થોનું સમર્થન ના કરે. સ્ટાર એ છે જે અંધકાર નહીં, પણ પ્રકાશ ફેલાવે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અન્ય ક્ષેત્રની જેમ દરેક જ્યૂરી પેનલમાં પણ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે.
ઈનામની રકમ રૂ. 3 લાખ સુધી પહોંચી
નેશનલ ફિલ્મ એવોર્ડમાં પહેલાં માત્ર ગોલ્ડ મેડલ અને મેરિટ સર્ટિફિકેટ મળતાં હતાં. 1957માં પહેલીવાર રોકડ પુરસ્કાર શરૂ કરાયા હતા, ત્યારે દિગ્દર્શકને રૂ. 5 હજાર અને નિર્માતાને રૂ. 20 હજાર મળતા હતા. 1975માં બેસ્ટ એક્ટર-એક્ટ્રેસને પહેલીવાર રૂ. 10 હજાર મળ્યા, જે હવે વધીને રૂ. 3 લાખ થઈ છે. 1969માં શરૂ થયેલા ફાળકે એવોર્ડની રોકડ રકમ રૂ. 11 હજારથી વધારીને રૂ. 10 લાખ થઈ છે.
72 વર્ષમાં 7 એવોર્ડ 45 સુધી પહોંચ્યા
1954માં નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થઈ ત્યારે ફક્ત 7 એવોર્ડ અપાયા હતા. હવે 72 વર્ષ પછી કુલ 45 એવોર્ડ અપાય છે. જેમાં ફીચર ફિલ્મો માટે 26, નોન ફીચર ફિલ્મો માટે 16, સિનેમા પર લેખન માટે 2 અને એક દાદાસાહેબ ફાળકે એવોર્ડનો સમાવેશ થાય છે.
કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર(હિન્દી) ચંદુ ચેમ્પિયન
યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ(હિન્દી) આર્ટિકલ 370
મમૂટી બેસ્ટ એક્ટર(પ્રાંતીય) બ્રહ્મયુગમ
બેસ્ટ હિન્દી ફિલ્મ: શ્રીકાંત
બેસ્ટ ફિચર ફિલ્મ: આર્ટિકલ 370

