અમદાવાદ-બિકાનેર દૈનિક સીધી રેલસેવા શરૂ

Wednesday 24th June 2026 06:23 EDT
 

અમદાવાદઃ કેન્દ્રીય રેલવે મંત્રી અને કેન્દ્રીય કાયદા, ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રીએ બિકાનેર રેલવે સ્ટેશન ખાતે બિકાનેર (લાલગઢ)-સાબરમતી સ્પેશિયલ ટ્રેનને રવિવારે લીલી ઝંડી આપી રવાના કરી હતી. નવી રેલસેવા શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.
આ ટ્રેનના કારણે પાટણ, ભીલડી અને ધાનેરા જેવાં ઉત્તર ગુજરાતનાં સ્ટેશનોને પ્રથમ વખત બિકાનેર અને જોધપુર સાથે સીધી દૈનિક એક્સપ્રેસ કનેક્ટિવિટી મળી રહી છે. આ પ્રસંગે રેલવેમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃત સ્ટેશન યોજના અંતર્ગત દેશભરમાં 1,300થી વધુ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ચાલુ છે.


comments powered by Disqus