રાજકોટઃ સામા કાંઠા વિસ્તારમાં ચાંદીના ધંધાર્થીઓ વચ્ચે થયેલા મોટા ગજાના વ્યવહારમાં અદાલતે દાખલા રૂપ ચુકાદો આપ્યો. 267 કિલોથી વધુ વજનની ચાંદીના વહીવટ પેટે આપેલા રૂ. 1.07 કરોડના 5 ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે ઉદ્યોગનગર વિસ્તારના મંડલી પરિવારના 4 સભ્યોને એક-એક વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીઓને ચેકની રકમ કરતાં બમણી રકમનું વળતર ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે. મંડલી પરિવારે ફરિયાદી રવિ ભાલારા પાસેથી મિત્રતા કેળવી 267.80 કિલો ચાંદી મેળવી હતી.
