નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તુષાર મહેતાને ભારતના સોલિસિટર જનરલ તરીકે વધુ 3 વર્ષના કાર્યકાળ માટે પુનઃ નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. 1 જુલાઈથી અમલી બનનારી આ તેમની ત્રીજી પુનઃ નિયુક્તિ છે. અગાઉ પણ તેમનો કાર્યકાળ બે વાર લંબાવાયો હતો. મહેતા સોલિસિટર જનરલ તરીકે લગભગ 8 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે અને આ કાર્યકાળના અંત સુધીમાં તેઓ કુલ 11 વર્ષ પૂર્ણ કરશે. આમ તેઓ સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કાયદા અધિકારી પૈકી એક બનશે.

