નગરાસુ ગુરુદ્વારાના વિવાદનો વાતચીતથી આવ્યો સુખદ અંત

Wednesday 24th June 2026 06:58 EDT
 
 

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના નગરાસુમાં આવેલા ગુરુદ્વારા સાહિબમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનો ચાર દિવસે આખરે અંત આવ્યો હતો. નિહંગ શીખોએ ચમોલીમાં તાજેતરમાં થયેલી હિંસક અથડામણ બાદ ધરપકડ કરાયેલા ચાર શીખોની મુક્તિની માગ સાથે ગુરુદ્વારા પર કબજો જમાવ્યો હતો. જો કે ચાર દિવસથી ચાલેલી ચર્ચા અને ચિંતાનો વિષય બનેલો આ મુદ્દો વાતચીત અને પરસ્પર સહમતીથી ઉકેલાયો હતો. પંજાબથી આવેલા નિહંગ શીખોના એક પ્રતિનિધિમંડળ સાથે વાતચીત બાદ ગુરુદ્ધારામાં રહેતા નિહંગ શીખોનું જૂથ ત્યાંથી રવાના થયું હતું.


comments powered by Disqus