ભારત-બ્રિટન FTAથી પાકિસ્તાન અને બાંગ્લાદેશને કમરતોડ માર પડશે

Wednesday 24th June 2026 06:58 EDT
 
 

ઢાકા: ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) 15 જુલાઈથી અમલમાં આવવાનો છે. બંને દેશોએ લગભગ ત્રણ વર્ષની વાટાઘાટો બાદ ગતવર્ષે જુલાઈમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એકવાર અમલમાં આવ્યા બાદ ભારતને કાપડ અને પ્રોસેસ્ડ ફૂડ જેવી નિકાસ શ્રેણીઓમાં તેના બે મુખ્ય પડોશી બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં નોંધપાત્ર ટેરિફ લાભ મળશે.મીડિયા અહેવાલ મુજબ યુકેમાં બાંગ્લાદેશની નિકાસમાં 6 ટકાનો ઘટાડો થઈ શકે છે. ભારતીય માલ માટે બજાર પસંદગીને કારણે પાકિસ્તાનની સ્પર્ધાત્મકતા તેની નિકાસમાં 2 ટકા ઘટાડો થશે.આસિયાન દેશો પર ઓછી અસરઆસિયાન દેશોની અર્થવ્યવસ્થા પર આ કરારની અસર ન્યૂનતમ રહેશે, કારણ કે ભારતને મળતા ટેરિફ લાભથી તેમના એક્સપોર્ટનો માત્ર એક ટકો હિસ્સો જ જોખમમાં છે. આ વર્ગીકરણ તે પ્રોડક્ટ કેટેગરી પર કેન્દ્રિત છે, જ્યાં ભારતે વર્ષ 2025માં યુકેને 1 મિલિયન ડોલરથી વધુનો સામાન એક્સપોર્ટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય નિકાસો સ્પર્ધાત્મક દેશો કરતાં ઓછામાં ઓછી 50 ટકાથી વધુ હતી, અથવા 30 ટકાથી ઓછી નહોતી. આ આંકડા મજબૂત સ્પર્ધાત્મક ઓવરલેપ દર્શાવે છે. વિશ્લેષણ કરાયેલા દેશોમાં વિયેતનામથી યુકેમાં નિકાસ સૌથી વધુ 12.85 બિલિયન ડોલર છે, ત્યારબાદ થાઇલેન્ડ 6.53 બિલિયન ડોલર અને બાંગ્લાદેશ 5.07 બિલિયન ડોલર છે.બાંગ્લાદેશ સૌથી વધુ પ્રભાવિત થશે. વર્ષ 2025 માં ભારતથી યુકેમાં નિકાસ 15.17 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે તેને FTA હેઠળ વિસ્તરણ માટે મજબૂત આધાર આપે છે. ટેરિફમાં ફાયદાના કારણે ભારત જે પ્રોડક્ટના વેપાર પર સંભવિતરૂપે કબજો કરી શકે છે તેમાં બાંગ્લાદેશને સૌથી મોટી અસર પડી શકે છે, કારણ કે તેમનો 298.2 મિલિયન ડોલરનું એક્સપોર્ટ પ્રભાવિત થઈ શકે છે. જે ક્ષેત્રોને સૌથી વધુ અસર થવાની સંભાવના છે તેમાં કાપડ, પ્રોસેસ્ડ ફૂડ, ચોખા, ફાર્મા, રસાયણો, પ્લાસ્ટિક અને કન્ઝ્યુમર ગુડ્સનો સમાવેશ થાય છે.


comments powered by Disqus