ભારતના વિવેક અગ્રવાલ FATFના નવા ઉપાધ્યક્ષ

Wednesday 24th June 2026 06:58 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલની ફાઇનાન્શિયલ એક્શન ટાસ્કફોર્સ (FATF)ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. FATF મની લોન્ડરિંગ અને ટેરરિસ્ટ ફન્ડિંગ સામે લડવા માટેની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતને આ સંસ્થામાં ઉપાધ્યક્ષપદ મળ્યું છે. ભારત 2010થી આ સંસ્થાનું સભ્ય છે. પેરિસમાં સંસ્થાના મુખ્યાલયમાં યોજાયેલી પૂર્ણાહુતિ બેઠકના અંતે અગ્રવાલને FATFના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા. 


comments powered by Disqus