દેશમાં પેટ્રોલ-ડીઝલ તેમજ ગેસની અછત વચ્ચે દેશ માટે સારા સામાચાર મળ્યા. કતરથી 2 માર્ચે 36 હજાર મેટ્રિક ટન LNG ભરીને નીકળેલું દિશા નામનું જહાજ મધ્ય-પૂર્વમાં તણાવભરી સ્થિતિના કારણે અટવાઈ ગયું હતું. દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિમાં પણ દિશા જહાજ 15 જૂને અત્યંત સંવેદનશીલ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી 19 જૂને દહેજ ટર્મિનલ ખાતે આવી પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિશા જહાજ LNGનો મોટો જથ્થો લઈને આવી પહોંચતાં દેશમાં સામાન્ય તણાવગ્રસ્ત સ્થિતિ ઘણેખરે અંશે કાબૂમાં આવી જશે.

