રાજ્યમાં સર્વાધિક કચ્છમાં માધ્યમિક શાળાઓ મંજૂર

Wednesday 24th June 2026 06:22 EDT
 

ભુજઃ નવી શાળાઓમાં પણ રાજ્યમાં કચ્છનો ડંકો વાગ્યો હોય તેમ રાજ્યમાં સર્વાધિક માધ્યમિક શાળાઓની મંજૂરી મળતાં બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કચ્છને વધુ 37 ઇન્ટિગ્રેટેડ શાળાના હુકમ જિલ્લા શિક્ષણાધિકારીને એનાયત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું કે, અગાઉ 11 તેમજ હવે 37 એમ કુલ 48 માધ્યમિક શાળાની ફાળવણી કચ્છને થઈ છે. આ પ્રકારની શાળાઓમાં ધોરણ-1થી 12 સુધી બાળકો અભ્યાસ કરી શકશે, પ્રાથમિકના અભ્યાસ બાદ અન્યત્ર જવું ન પડતાં વાલી અને વિદ્યાર્થીઓને સરળતા થશે.


comments powered by Disqus