કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે 56 વર્ષના થયા છે. જે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત દેશભરના સાથી પક્ષોના વડા, કોંગ્રેસના નેતા તેમજ કાર્યકરો સહિત અઢળક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેમને વંચિત અને છેવાડાના વર્ગનો અવાજ બુલંદ કરનારા તથા સત્તા સામે સત્યનું ભાથું લઈને લડવાની હિંમત રાખનારા નેતા ગણાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ ‘એક્સ’ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી લાંબા અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી.

