કોલકાતા: વડાપ્રધાન મોદીએ રવિવારે કોલકાતાના શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા નેવીનાં 3 જહાજો - INS દૂનાગિરી, INS સંશોધક અને INS અગ્રય રાષ્ટ્રને સમર્પિત કર્યાં હતાં. INS દુનાગિરી એક અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ છે, જ્યારે INS સંશોધક સર્વેક્ષણ જહાજ અને INS અગ્રય એન્ટિ-સબમરિન વોરફેર શેલો વોટર ક્રાફટ છે. આ સમાવેશો રાષ્ટ્રની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર પ્રોત્સાહન આપવાની સાથે ભૌગોલિક રાજકીય જોખમો સામે દરિયાકાંઠાના પાણીની સુરક્ષાને મજબૂત કરશે.

