અમદાવાદઃ નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વનવિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને રૂ. 25 હજારનો દંડ કરાયો છે. આ 9 આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરુષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ-અલગ ગુનાઓમાં સજા ફટકારાતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુની સજા થાય તો તે ધારાસભ્ય ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે.

