સંઘપ્રદેશ દીવ-દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલનાં પત્નીનું નિધન

Wednesday 24th June 2026 06:23 EDT
 
 

અમદાવાદઃ સંઘ પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલનાં ધર્મપત્ની ભાવનાબહેન પટેલનું નિધન થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી છે. તેમના અવસાનના સમાચાર મળતાં જ દેશભરના આગેવાનો દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ.
PMએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં લખ્યું કે, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલનાં ધર્મપત્ની ભાવનાબહેન પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.
નરેન્દ્ર મોદીએ અમિત શાહના અનુગામી તરીકે પ્રફુલ્લ પટેલને વર્ષ 2010થી 2012 દરમિયાન રાજ્ય ગૃહમંત્રી બનાવ્યા હતા. પ્રફુલ્લ પટેલની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે, તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા, છતાં તેમને ગૃહ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ હતી.


comments powered by Disqus