સુરતમાં હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો અનોખો હીરો તૈયાર કરાયો

Wednesday 24th June 2026 06:58 EDT
 
 

સુરતઃ ડાયમંડ ટેક્નોલોજી ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રૂપ અને આઇએસજીજે (ISGJ) જ્વેલરી કોલેજના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હુબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.
આઇએસજીજે જ્વેેલરી કોલેજના ડિરેક્ટર તથા સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરાવેપાર સમુદાયના વિકાસ માટે હર્ષ સંઘવીના યોગદાનને સન્માન આપવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. સમાજને સકારાત્મક સંદેશ આપવાના હેતુથી તેમના ચહેરાનું ફેશિયલ રિક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરાયો હતો. આ પ્રકારનો ડાયમંડ બનાવવા અદ્યતન ટેક્નોલોજી, ચોક્કસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબી મહેનત જરૂરી છે. 4 મહિનાની મહેનત બાદ 10.07 કેરેટનો આ અનોખો ડાયમંડ તૈયાર કરાયો છે.


comments powered by Disqus