હાર્દિક સહિતના પાટીદાર આગેવાનો સામે કેસ પરત ખેંચાયા

Wednesday 24th June 2026 06:22 EDT
 

સુરતઃ પાટીદાર આંદોલન વખતે હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા, જયદીપ ટપુ, કૃણાલ સરધારા, પંકજ સિદ્ધપરા, સંજય માવાણી, અશોક જીરાવાલા સહિતના પાટીદાર અગ્રણીઓ સામે નોંધાયેલો જાહેરનામાનો ભંગ સહિતની કલમોને આવરી લેતો ગુનો આખરે સરકાર દ્વારા પરત ખેંચી લેવાયો છે. કોર્ટે નોંધ્યું હતું કે પીઆઇ ફરિયાદી છે. કાયદા મુજબ ફરિયાદ અપાઈ ન હોવાથી કેસના તમામ સંજોગો અને હકીકતો ધ્યાને લેતાં કેસ ચલાવવો જનહિતમાં નથી, કારણ કે તેમાંથી કોઈ ફળદાયી હકીકત પુરવાર થવાની શક્યતા નહિવત્ છે. આથી કોર્ટે કેસ રદ કરવાનો આદેશ કરી આરોપીઓને નિર્દોષ છોડ્યા છે.


comments powered by Disqus