વડોદરાઃ બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે હાલોલ-વડોદરા હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ સાગવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 1 બાળક સહિત 8 યાત્રીનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો ઇજા થઈ છે. જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF અને SDRFની ટીમોએ 2 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન કરી મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતમાં 6 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારેે સારવાર દરમિયાન 2નાં મોત થયાં હતાં.

