શિયાળાની ઋતુના ચાર માસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે ગ્રિષ્મ ઋતુ ઉષ્માસભર બારણે ટકોરા મારી રહી છે. ઉનાળાની ઋતુના ચાર માસનો પહેલો માસ ફાગણ માસનો આરંભ થઈ ગયો છે. હવે ધીમેધીમે ગરમી વધશે. આપણે ત્યાં કહેવત છે કે હોળી તાપીને ઠંડી જાય. ફાગણ સુદ પૂનમ આવી રહી છે, ત્યારે હોળી-ધુળેટીના તહેવાર પૂર્વે કેસૂડો મનભરીને ખીલી ઊઠ્યો છે, જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. કેસૂડાનું ખીલવું બતાવે છે કે ગરમી હવે નજીક જ છે.

