જુનાગઢ: છેલ્લા થોડા દિવસથી ભવનાથના સાધુુઓનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગિરિના શિષ્ય અને વર્ષોથી ભવનાથ મંદિરના મહંત તરીકેના દાવેદાર અમરગિરિ બાપુએ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ અને રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી સામે ગંભીર આરોપ લગાવતાં ચકચાર મચી ગઈ છે. ઇન્દ્રભારતી સામે ભવનાથ ગુરુશિષ્ય પરંપરાના અમરગિરિ બાપુએ મેદાને પડતાં નશાકારક પદાર્થ અને છોકરીઓના કારોબાર જેવા ગંભીર આક્ષેપો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલના સ્નાન બાદ વિવાદ શરૂ થયો છે. વર્ષોથી ભવનાથ મંદિરના મહંત માટે લડાઈ કરતા અને રઘુનાથગિરિના શિષ્ય અમરગિરિએ બજરંગદાસ બાપુના આક્ષેપોને સમર્થન આપ્યું છે. તેણે ઇન્દ્રભારતી સામે આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે, તેઓ ઇન્દ્રભારતીથી ડરતા નથી, ‘ઇન્દ્રભારતીના રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં જે સંચાલન છે તે એપસ્ટીનની ફાઇલ ખૂલી તેના કરતાં પણ વધારે મોટું છે. ઇન્દ્રભારતી દ્વારા આશ્રમના દરવાજા બંધ રાખવાની બાબત વ્યાજબી નથી.

