કેરળનું નામ હવે કેરલમ

Tuesday 24th February 2026 15:05 EST
 
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાર્યાલય સેવાતીર્થ ખાતે તેની પ્રથમ બેઠક યોજી હતી. બેઠકમાં કેરલ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ્’ કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ. બેઠકમાં કુલ રૂ. 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ. મંત્રીમંડળે તેની પ્રથમ બેઠકમાં 8 નિર્ણયો લીધા, જેમાં મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ત્રણ રેલવે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સિવાય રૂ. 1067 કરોડના અમદાવાદ મેટ્રો વિસ્તરણને પણ કેબિનેટની લીલીઝંડી મળી ગઈ છે.


comments powered by Disqus