અમદાવાદઃ ગુજરાત કેડરના સિનિયર આઇએએસ સંદીપ સાંગલેની ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. હાલ મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના સ્થાને આઇએએસ સંદીપ સાંગલેની નિમણૂક કરાઈ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આ માટેનો વિધિવત્ ઓર્ડર પણ કરી દેવામાં આવ્યો છે. સંદીપ સાંગલે હાલ ગુજરાત સરકારમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ છે, જેઓ અગાઉ અમદાવાદ જિલ્લા કલેક્ટર પણ રહી ચૂક્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આઇએએસની ટ્રાન્સફરના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે.

