ગુજરાતનું રૂ. 4.08 લાખ કરોડનું બજેટ! રૂ. 210 કરોડની રાહત જાહેર

Tuesday 24th February 2026 13:20 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે 6 પ્રાદેશિક આર્થિક ઝોન અને ઇન્ટેલિજન્સ પર ઝોક આપતું રૂ. 4,08,053 લાખ કરોડનું 2026-27ના વર્ષનું બજેટ બુધવારે રાજ્ય વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું અને બજેટમાં રૂ. 210 કરોડની રાહતો જાહેર કરી છે. જે નવાં ઇલેક્ટ્રિક વાહનો પર વર્તમાન 1 ટકાનો વેરાદર વધુ એક વર્ષ લંબાવી અપાયો છે. રાજ્ય સરકારે અગાઉ કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને સુરત એમ 6 આર્થિક ઝોન વિકસાવવાનું જાહેર કર્યું છે. એમાં 80 પ્રોજેક્ટ્સ પાછળ રૂ. 6600 કરોડ ખર્ચવાનું નક્કી કર્યું છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થાપી તેને જાહેર પરિવહન સુવિધા સાથે વિકસાવી ઓલિમ્પિક રેડી સિટીનું નિર્માણ કરવા રૂ. 1278 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં એસપીવી સ્પોર્ટ્સ એન્કલેવ માટે રૂ. 500 કરોડની જોગવાઈ, તથા વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડિયમ માટે રૂ. 90 કરોડની જોગવાઈ સામેલ છે. જ્યારે એઆઇ અને ડિજિટલ ગવર્નન્સ ઈનિશિયેટિવ માટે તમામ વિભાગો માટે રૂ. 850 કરોડની જોગવાઈ કરાઈ છે.
રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાતમાં 2026-27ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઘોષિત કર્યું છે અને પ્રવાસન, યાત્રાધામ માટે રૂ. 6,737 કરોડની જોગવાઈ કરી છે, જે 2025-’26માં થયેલી રૂ. 2,748 કરોડની જોગવાઈ કરતાં રૂ.3,989 કરોડ વધુ છે.
રાજ્ય સરકારના વિભાગવાર બજેટની જોગવાઈ
(1) શિક્ષણ વિભાગ રૂ.63,184 કરોડ
(2) શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ વિભાગ રૂ.22,504 કરોડ
(3) માર્ગ અને મકાન વિભાગ રૂ.29,709 કરોડ
(4) નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠો રૂ.25,960 કરોડ
(5) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રૂ.25,403 કરોડ
(6) કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ રૂ.24,022 કરોડ
(7) પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ રૂ.14,858 કરોડ
(8) ગૃહ વિભાગ રૂ.14,265 કરોડ
(9) ઉદ્યોગ અને ખાણ વિભાગ રૂ.13.942 કરોડ
(10) મહિલા અને બાળવિકાસ વિભાગ રૂ.7,690 કરોડ
(11) સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગ રૂ.7,086 કરોડ
(12) મહેસૂલ વિભાગ રૂ.5,552 કરોડ
(13) આદિજાતિ વિકાસ વિભાગ રૂ.5,425 કરોડ
(14) ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ રૂ.4.842 કરોડ
(15) બંદરો અને વાહન વ્યવહાર વિભાગ રૂ.4,314 કરોડ
(16) વન અને પર્યાવરણ વિભાગ રૂ.3,560 કરોડ
(17) સામાન્ય વહીવટ વિભાગ રૂ.2.910 કરોડ
(18) શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ રૂ.2,902 કરોડ
(19) અન્ન, નાગરિક પુરવઠા રૂ.2,856 કરોડ
(20) કાયદા વિભાગ રૂ.2,702 કરોડ
(21) વિજ્ઞાન અને પ્રૌદ્યૌગિકી વિભાગ રૂ.2,634 કરોડ
(22) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રૂ.2,006 કરોડ
(23) માહિતી અને પ્રસારણ વિભાગ રૂ.452 કરોડ
(24) ક્લાઇમેટ ચેન્જ વિભાગ રૂ.429 કરોડ

સરકારનું GYAN

G ગરીબ પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા 3 લાખથી વધુ આવાસ બનશે. પ્રધાનમંત્રી આવાસ, આંબેડકર આવાસ, પંડિત દીનદયાળ આવાસ તથા હળપતિ આવાસ યોજનાની સહાય 1.20 લાખથી વધારીને 1.70 લાખ કરાઈ.
Y યુવા રાજ્યની 36 ટકા વસ્તી યુવાનોની. બજેટમાં શિષ્યવૃત્તિ માટે 4,827 કરોડની જાહેરાત. ઉચ્ચ અભ્યાસ માટે 10 જિલ્લામાં 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનશે, જેમાં 13 હજારથી વધુ યુવાનોને લાભ મળશે.
A અન્નદાતા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વધુ 2,175 કરોડની ફાળવણી. કિસાન ક્રેડિટ કાર્ડમાં 4 ટકા વ્યાજ રાહત માટે 1,252 કરોડની જોગવાઈ. મિની ટ્રેક્ટર, ખાતર તથા અન્ય ઉપકરણો ખરીદવા રૂ. 1,612 કરોડની ફાળવણી.
N નારીશક્તિ નવી ‘સખી સાહસ’ યોજના જાહેર. મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ માટે રૂ. 100 કરોડની જોગવાઈ. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે.


comments powered by Disqus