આઇસીસીના ચેરમેન જય શાહ અને ગૂગલના CEO સુંદર પિચાઈ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઇસીસી મેન્સ T-20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટક્કર નિહાળવા હાજર રહ્યા હતા. સુંદર પિચાઈ પ્રિ-મેચ કાર્યક્રમ દરમિયાન મેદાન પર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૂગલનું ફ્લેગશિપ સ્માર્ટફોન બ્રાન્ડ ‘ગૂગલ પિક્સેલ' ટૂર્નામેન્ટના સત્તાવાર ભાગીદાર છે.

