નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી સહિત અન્ય વિરુદ્ધ ઈડીની અરજી પર દિલ્હી હાઇકોર્ટ આગામી 9 માર્ચે સુનાવણી કરશે. દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં ગાંધી પરિવાર અને અન્યોને જવાબ ફાઇલ કરવા સમય આપ્યો હતો. નોંધનીય છે કે હાઇકોર્ટે ગાંધી પરિવાર તથા અન્યોને પિટિશનની સાથોસાથ ઈડીની અરજી પર પણ નોટિસ આપી હતી જેમાં 16 ડિસેમ્બરના ટ્રાયલ કોર્ટના ઓર્ડર પર સ્ટે આપવાની માગ કરાઈ હતી. આ કેસમાં ઈડીએ ચાર્ટશીટ ફગાવી દેવાના નીચલી કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

