બિલ્ડર તુષાર ઘેલાણીને મરવા મજબૂર કરનારી સ્ત્રીમિત્રની ધરપકડ

Tuesday 24th February 2026 13:19 EST
 
 

સુરતઃ જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ આક્ષેપ કર્યો હતો કે તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીઘી હતી.
પૂનમ ભાદોરિયાએ તુષાર ઘેલાણીને દીકરીનાં લગ્નમાં પૂનમે હોબાળો કરવાની પણ ધમકી આપી હતી, આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું, જો કે સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને બિલ્ડરના પરિવારજનો પર ગંભીર આક્ષેપો કર્યા હતા, પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને પૂનમની સંડોવણી જણાતાં આખરે તેના વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus