મુન્દ્રા એરપોર્ટ પર સ્ટાર એરનાં 45 સીટર વિમાનનું લેન્ડિંગ

Tuesday 24th February 2026 14:50 EST
 
 

વર્ષ 1994માં અદાણીના આગમનને પગલે અવિરતપણે ઔદ્યોગિકરણની હરણફાળ ભર્યા બાદ વિકાસનાં મીઠાં ફળો ચાખવાની રાહ જોઈ રહેલા મુન્દ્રાવાસીઓને હવે ઊડવા માટે પાંખો મળશે. સ્ટાર એર દ્વારા મુન્દ્રાથી અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ગોવા અને સુરત માટે વિમાનસેવાની સત્તાવાર જાહેરાત કર્યા પછી શુક્રવારે પ્રથમ વખત કોલકાતાથી ડેલિગેશન સાથે 45 બેઠકો ધરાવતા વિમાને મુન્દ્રા એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું.


comments powered by Disqus