યુ-ટ્યૂબર કીર્તિ પટેલની અંતે ઉદયપુરથી ધરપકડ

Tuesday 24th February 2026 14:50 EST
 
 

જૂનાગઢ: મહાશિવરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે ત્રણ ગુના દાખલ થયા છે. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી તેની ધરપકડ કરી છે. તાલુકા પોલીસમાં નોંધાયેલા 20 લાખની ખંડણી માગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવાના ગુનામાં ધરપકડ કરી છે.
કીર્તિ પટેલને મૃગીકુંડમાં સ્નાન કરતાં બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઇ સાથે ગેરવર્તણૂક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઉલ્લેખનીય છે કે કીર્તિના પાંચ દિવસના જૂનાગઢ પ્રવાસ દરમિયાન તેના પર ધાર્મિક લાગણી દુભાવાનો અને યુવકને આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો પણ નોંધાયો છે.


comments powered by Disqus