શ્રીમદ્ રાજચંદ્ર સ્મૃતિસ્થાનને 29 વર્ષ પૂર્ણ

Tuesday 24th February 2026 13:19 EST
 
 

આણંદઃ ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રના નિર્વાણદિને ખંભાતના રાલેજ સ્મૃતિ સ્થાન ખાતે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઊમટ્યા હતા. આ પવિત્ર સ્મૃતિસ્થાનની સ્થાપનાને 29 વર્ષ પૂર્ણ થયાં છે, જે શ્રીમદ્ રાજચંદ્રના આત્મજ્ઞાન અને ગાંધીજીના વૈચારિક ઘડતરનું સાક્ષી છે. ઐતિહાસિક વિગતો મુજબ શ્રીમદ્ 1952માં રાલેજ પધાર્યા હતા, જ્યાં તળાવ કિનારેના વડ નીચે તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.


comments powered by Disqus