સુરેન્દ્રનગરઃ પોલીસે હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે રૂ. 1 કરોડની ખંડણી પડાવી હતી. પોલીસે તેમની પાસેથી પિસ્તોલ, રૂ. 69.30 લાખ રોકડા સહિત કુલ રૂ. 72.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુએ કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુના શોધવા સૂચનાના આધારે કાર્યવાહી કરાઈ હતી.
