અમદાવાદઃ અમદાવાદનો સ્કાયલાઈન હવે સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યો છે. આગામી 2036 ઓલિમ્પિક અને 2030 કોમનવેલ્થ ગેમ્સના વિઝન સાથે ગુજરાતનું આર્થિક પાટનગર હવે ‘વર્ટિકલ સિટી’ તરીકે આકાશ આંબશે. શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે એએમસી દ્વારા બોડકદેવ, સિંધુભવન, એસ.જી. હાઇવે, શિલજ, ગોતા, થલતેજ, સોલા અને આંબલી-બોપલ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા કુલ 38 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે.
