કચ્છના પ્રતિબંધિત વિસ્તારથી 2 કાશ્મીરી ઝડપાયા

Wednesday 25th March 2026 06:05 EDT
 
 

ભુજઃ કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી વિના પ્રવેશ કરનારા બે પરપ્રાંતીય યુવાનો ઝડપાયા. સંવેદનશીલ એરિયામાં પ્રવેશ માટે પરવાનગી અનિવાર્ય હોવા છતાં પ્રવેશ બદલ આ બંને કાશ્મીરી નાગરિકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. સરહદ રેન્જ આઇજી, પશ્ચિમ કચ્છ એસપીની સૂચના હેઠળ એસઓજીની ટીમે તપાસ કરી હતી, જે દરમિયાન લખપતના સાંગણગુ ગામથી ઓડીવાંઠ જતા રસ્તે 2 શંકાસ્પદ ઇસમો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે  જમ્મુ-કાશ્મીરના બંને શખ્સની અટકાયત કરી હતી.


comments powered by Disqus