નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ભારતીય અર્થતંત્ર માટે મોટો ખતરો બની શકે છે. મૂડીઝ જણાવ્યા મુજબ એશિયા-પેસિફિક વિસ્તારમાં ભારતને સૌથી વધુ આર્થિક નુક્સાન થવાની આશંકા છે. જો સ્થિતિ વધુ બગડે તો દેશનો જીડીપી ગ્રોથ અનુમાનિત સ્તરથી 4 ટકા સુધી નીચે જઈ શકે છે.
ભારત અને ચીન જેવા દેશોની ઈકોનોમી આયાતી ઈંધણ પર ટકેલી છે. યુદ્ધની સ્થિતિમાં તેલ-ગેસની કિંમત વધવાથી ઉત્પાદન ખર્ચ વધશે અને સામાન્ય ગ્રાહકોનાં ખિસ્સાં પર અસર પડશે.
વર્ષ 2027 સુધીમાં એશિયાનો વિકાસ દર વધુ ઘટશે
અમેરિકી ટેરિફ નીતિની અનિશ્ચિતતા અને યુદ્ધથી પ્રાદેશિક વિકાસદર પર બેવડું દબાણ છે. મૂડીઝનો અંદાજ છે કે 2027માં આ દર ઘટીને 3.6 ટકા રહી જશે.

