ગુજરાત બનશે ગ્લોબલ AI હબ: મુખ્યમંત્રી

Wednesday 25th March 2026 06:06 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજિત ‘સ્ટાર્ટઅપ સંવાદ’ કાર્યક્રમ દ્વારા ગુજરાતને AI અને ઇમર્જિંગ ટેક્નોલોજી માટે ગ્લોબલ સેન્ટર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવાયું છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આ અવસરે બે મહત્ત્વપૂર્ણ MoU કર્યા છે, જેમાં ‘Sarvam AI’ દ્વારા ગુજરાતમાં એક અત્યાધુનિક ‘Sovereign AI પાર્ક’ સ્થપાશે. આ પાર્કમાં હાઇએન્ડ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસર્ચ સેન્ટર્સ અને સ્કિલ ડેવલપમેન્ટની સુવિધા ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટથી આગામી 5 વર્ષમાં મોટાપાયે રોજગારીની તકો ઊભી થશે.


comments powered by Disqus