દેશમાં પહેલી વખત ઇચ્છામૃત્યુ મેળવનાર હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ

Wednesday 25th March 2026 06:36 EDT
 
 

નવી દિલ્હીઃ દેશમાં પ્રથમ વખત ઇચ્છામૃત્યુ લેનારા હરીશ રાણાએ મંગળવારે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. 31 વર્ષના હરીશ 13 વર્ષથી કોમામાં હતા. સુપ્રીમ કોર્ટે 11 માર્ચે તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી.
આ દેશનો પહેલો કિસ્સો છે, જેમાં કોઈને ઇચ્છામૃત્યુ આપવામાં આવ્યું છે. 14 માર્ચે હરીશને દિલ્હી AIIMSમાં શિફ્ટ કરાયા હતા. AIIMS પ્રશાસને 16 માર્ચે હરીશ રાણાની ફીડિંગ ટ્યૂબ હટાવી દીધી હતી.
AIIMSમાં હરીશને પેસિવ યુથેનેશિયા આપવામાં આવ્યું. એનો અર્થ એ થાય છે કે કોઈ ગંભીર રીતે બીમાર દર્દીને જીવતો રાખવા માટે જે બાહ્ય લાઇફ સપોર્ટ કે સારવાર અપાઈ રહી છે, તેને રોકી દેવામાં આવે કે હટાવી લેવામાં આવે, જેથી દર્દીનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે.


comments powered by Disqus