ઇરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી જવાની અફવા ફેલાતાં રાજ્યના પેટ્રોલપંપો પર સાંજે 5 વાગ્યાથી વાહનોની કતારો જોવા મળી હતી. વડોદરામાં પેટ્રોલપંપ પર રોજનું પેટ્રોલનું વેચાણ 8 લાખ લિટર જેટલું થતું હતું, જો કે એટલો જ જથ્થો સાંજે 5થી 7માં વેચાઈ જતાં સંચાલકોએ પેટ્રોલપંપ બંધ કરવાનો વારો આવ્યો હતો. ભારત પાસે અંદાજે 70 દિવસનો પૂરતો સ્ટોક હોવાના સરકારના આશ્વાસન છતાં સોમવારે અફરાતફરીનું સર્જાઈ હતી.

