બહેન-દીકરીઓનાં આંસુ લૂંછવા આ બિલઃ સંઘવી

Wednesday 25th March 2026 06:06 EDT
 
 

ગાંધીનગરઃ મંગળવારે ગાંધીનગર વિધાનસભાની બેઠક દરમિયાન સમાન નાગરિક સંહિતા (UCC) બિલ મુદ્દે રાજકારણ ગરમાયું હતું. આ મુદ્દે ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ બિલ કોઈના ધર્મ કે પરંપરાઓને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ સમાજમાં ખાસ કરીને મહિલાઓને ન્યાય મળે તે માટે બનાવવામાં આવ્યું છે. તેમના મુજબ ઘણાં વર્ષોથી ચાલતી કાયદાકીય અસમાનતાને દૂર કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર હાલ ચાલી રહેલી પવિત્ર ચૈત્ર નવરાત્રી દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહમાં આ ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે ભવિષ્યમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે.
તેમણે કહ્યું કે, આ નિર્ણયને આવનારી પેઢી યાદ રાખશે. જ્યારે ગુનાઇત કિસ્સાઓમાં દરેક વ્યક્તિને સમાન સજા મળે છે, ત્યારે લગ્ન, છૂટાછેડા અને વારસાની બાબતોમાં અલગ-અલગ કાયદા કેમ હોવા જોઈએ? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને UCC બિલ લાવવામાં આવ્યું છે. આ વિધેયક કાયદો બનશે તો
પ્રદેશ બહાર રહેતા ગુજરાતના રહેવાસીને પણ લાગુ પડશે.


comments powered by Disqus