સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ડુંગરની છઠ્ઠી પરિક્રમા ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ હતી. આ ધાર્મિક આયોજનમાં અંદાજે 1.50 લાખ શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લઈને ઇતિહાસ રચ્યો હતો. પરિક્રમાના પ્રારંભ પૂર્વે તળેટીમાં આવેલા નવગ્રહ મંદિર ખાતે વિશેષ ધર્મસભાનું આયોજન કરાયું હતું. ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રેરિત આ પરિક્રમા પ્રસંગે યોજાયેલી સભામાં ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રનંદગીરીજી, આત્માનંદ સરસ્વતીજી, અમૃતગિરિબાપુ, મનસુખગિરિબાપુ, રામબલકદાસબાપુ, સતરંગના પ્રેમબાપુ, કાશીબાપુ, કાળાસરના વાલજી ભગત સહિત હાસ્યકાર હકાભા ગઢવી અને અન્ય કલાકારો હાજર રહ્યા હતા.

