સુરતઃ વરાછામાં મમતાને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી બે વર્ષની બાળકીને જનેતાએ વેલણ અને સાવરણીથી એટલો માર માર્યો કે માસૂમનું મોત નીપજ્યું છે. પીએમ રિપોર્ટમાં બાળકીને બ્રેઇન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી માતાની ધરપકડ કરાઈ છે. આ માતાને તેના પ્રથમ લગ્નથી 4 દીકરી હતી. મહિલા સુરતમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે મૈત્રી કરારથી રહેવા આવી હતી. આ સમયે બાળકી તોફાન કરતી હોવાથી તેણે માર માર્યો હતો.
