ભુજઃ બળદિયાના રાષ્ટ્રવાદી કે.કે. જેસાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છનાં સરહદી ગામોમાં આરએસએસ દ્વારા સંચાલિત સેવાસાધનાનાં 2 છાત્રાલય માટે સોલાર પેનલ માટે રૂ. 10.62 લાખનું દાન અપાયું, જેના કારણે સરહદી હિન્દુહિતની શિક્ષણ પ્રવૃત્તિમાં નાનો સહયોગ મળ્યો છે. આ સોલાર પેનલથી ઘણાં વર્ષો સુધી વીજબિલ નહીં ભરવું પડે. ટ્રસ્ટના સ્થાપક મોભી કે.કે. જેસાણી, ધર્મપત્ની ધનુબહેન કાનજી જેસાણી અને ટ્રસ્ટી વસંત પટેલે સેવાસાધનાને ચેક અર્પણ કર્યો, જે સંઘના વરિષ્ઠ સભ્ય નારાણભાઈ વેલાની અને હિંમતસિંહજી વસણ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં સરહદ મજબૂતી માટે વધુ પ્રોજેક્ટમાં સહયોગી બનવાની લાગણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે વ્યક્ત કરાઈ હતી. ટૂંક સમયમાં ટ્રસ્ટ દ્વારા ત્રિપુરા આસપાસનાં રાજ્યોમાં શિક્ષણ માટે વધુ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

