લંડનઃ ગયા સપ્તાહમાં હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સ્પ્રિંગ રિસેપ્શનનું આયોજન કરાયું હતું જેમાં સાંસદો, બિઝનેસ અગ્રણી અને ઇન્ડિયન ડાયસ્પોરાના 150થી વધુ મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
સમારોહમાં ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, સાંસદ નુસરત ઘની અને બેરોનેસ વર્માએ સંબોધન કરી ભારત અને યુકે વચ્ચેના સહકારને વધુ મજબૂત બનાવવા માટે વેપાર, ઇનોવેશન અને રાજકીય ભાગીદારીની તકોનું વર્ણન કર્યું હતું.
આયોજકો સાંસદ સર ઓલિવર ડાઉડેન, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના સહાધ્યક્ષ ડો. કુલેશ શાહ અને ડિરેક્ટર રેશમ કોટેચાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાના કાર્યનું પ્રતિબિંબ સમાન હતો. તે સંસદસભ્યો, બિઝનેસ અગ્રણીઓ અને સમુદાયોને એકજૂથ કરીને ભારત અને યુકે વચ્ચેના સંબંધોને વ્યવહારૂ અને તાર્કિક રીતે મજબૂત બનાવવાનું કામ કરે છે. આ એક એવો અવસર હતો કે જેમાં લોકો સામેલ થઇ વિચાર વિનિમય કરે અને આ ભાગીદારીને મજબૂતાઇ આપતાં સંબંધોને આગળ વધારી શકે. આ પ્રસંગે બેરોનેસ વર્માએ કાર્યક્રમનું હોસ્ટિંગ કર્યું હતું.

