અંબાજીઃ શક્તિપીઠ અંબાજી ખાતે બેસતા વર્ષના પ્રથમ દિવસથી લાભપાંચમ સુધી ભક્તોએ માતાજીનો ભંડારો છલકાવ્યો હતો. અંબાજી મંદિર નીચે આવેલા ભંડાર ગણતરીમાં સીસીટીવીની દેખરેખમાં ભંડાર ગણતરી કરાઈ હતી. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને મંદિરનો સ્ટાફ ગણતરીમાં જોડાયો હતો. બે દિવસની ગણતરીમાં નોટોની સાથે પરચૂરણ પણ ગણાઈ હતી. 17 અને નવેમ્બરે ભંડાર ગણતરીમાં રૂ. 1,02,08,880 અને 18 નવેમ્બરે ગણતરીમાં રૂ. 12,23,430ની આવક થઈ હતી. આમ 2 દિવસમાં રૂ. 1,14,32,310ની આવક થઈ હતી.
