ભુજ: કચ્છી નિર્માતા અને જાણીતા સામાજિક અગ્રણી રવીન્દ્રભાઈ સંઘવીની ડોક્યુમેન્ટ્રી ‘ડેમોગ્રાફી ઇઝ ડેસ્ટિની’ ગોવામાં યોજાયેલા 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)માટે નોમિનેટ થઈ છે. આઇએફએફઆઇને મળેલા 325 નામાંકન પૈકી કચ્છી નિર્માતાની આ ડોક્યુમેન્ટ્રીએ 20 શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. વધતી વસ્તી અને બદલાતાં સમીકરણોને આવરી લેતી આ ડોક્યુમેન્ટ્રીમાં મહત્ત્વની બાબતોને સુનિયોજિત રીતે વણી લેવાઈ છે. રવીન્દ્ર સંઘવીની આ ડોક્યુમેન્ટ્રી ડેમોગ્રાફી ઇઝ ડેસ્ટિનીનું દિગ્દર્શન કામાખ્યા નારાયણસિંહે કર્યું છે.
