કાશ્મીર ખીણમાં અંતિમ સ્થાનિક આતંકી પણ ઠારઃ 18 મહિનામાં 18 મર્યા

Wednesday 25th November 2026 06:25 EST
 
 

શ્રીનગરઃ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સુરક્ષા-દળોએ રૂ. 15 લાખના ઈનામી લશ્કરના ટોચના આતંકી મોહંમેદ લતીફ ભટને ઠાર માર્યો. તે 11 નવેમ્બરે સીઆરપીએફ જવાનો પર હુમલા પછી ફરાર હતો, જેને 18 નવેમ્બર એટલે કે 8 દિવસમાં જ આ આતંકીને ઠાર મારી દેવામાં આવ્યો.
સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે, લતીફ દેવસર વિસ્તારના જંગલપોરા ગામમાં મસ્જિદમાં છુપાયેલો હતો. જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો. લતીફ કાશ્મીર ખીણમાં બચેલો એકમાત્ર સક્રિય સ્થાનિક આતંકી હતો. આશ્ચર્યની વાત એ છે કે 17-18 નવેમ્બર 2025ના રોજ તે લશ્કર સાથે જોડાયો હતો. એટલે કે માત્ર એક વર્ષ પછી જ તેને ઠાર દેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષમાં 18 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ કાર્યવાહી સુરક્ષાદળોની આતંકવાદ પર આક્રમકતાને પુરવાર કરે છે.
આત્મસમર્પણની અપીલ
લતીફ ભટ એક મસ્જિદમાં છુપાયેલો હતો. પોલીસ અધિકારીઓએ ફોન અને વીડિયો કોલ દ્વારા તેની યુવાવયનો હવાલો આપીને આત્મસમર્પણ કરવા સમજાવ્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરીને સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો.
‘સિંદૂર’ એ બદલી વિચારસરણી
આટલા ઓછા સમયમાં આતંકીઓના આટલા ઝડપથી ઠાર થવાનું મુખ્ય કારણ ‘ઓપરેશન સિંદૂર’ પછી સુરક્ષાદળો અને જાસૂસી તંત્રનો આક્રમક તાલમેલ છે. પહેલા સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં માહિતી શેર કરવામાં વિલંબ થતો હતો. હવે જમ્મુ-કાશ્મીર પોલીસ (SOG), રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF અને જાસૂસી સંસ્થાઓ એક ‘જોઈન્ટ કંટ્રોલ રૂમ’ અને રિયલ-ટાઇમ ઈન્ટેલિજન્સ ગ્રીડ પર કામ કરે છે. ઇનપુટ મળતા જ 15-30 મિનિટમાં ‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’ (કાસો) શરૂ થઈ જાય છે.


comments powered by Disqus