ગુરુ પર્વ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર દિલ્હીના ઉપરાજ્યપાલ નિવાસ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ગુરુનાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે આયોજિત શબદ કીર્તનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે દિલ્હીના મુખ્યપ્રધાન રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌએ લોકનિવાસ ખાતે ગુરુવાણીનું શ્રવણ કર્યું હતું. ઉપરાજ્યપાલ તરનજિત સિંહ સંધુ તરફથી ગુરુનાનક દેવના પ્રકાશ પર્વે તેમના નિવાસસ્થાને શબદ કીર્તનનું આયોજન કરાયું હતું.

