સુરતઃ વરાછા ખાતે 25 વર્ષીય BHMS મહિલા તબીબના રહસ્યમય મોતથી ચકચાર મચી છે. મૂળ અમરેલીના અને સુરતના વરાછામાં રહેતાં જ્હાનવી અશોકભાઈ વાઘેલા ગુરુવારે કતારગામના લેક ગાર્ડનમાં ગયાં હતાં, ત્યાં તેણે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તેમને હોસ્પિટલમાં ખસેડતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો મુજબ જ્હાનવીનાં લગ્ન ભાવનગરના તબીબ સાથે આશરે આઠ મહિના પહેલાં થયાં હતાં. પતિ-પત્ની વચ્ચે મતભેદ થતાં પતિએ છૂટાછેડાની વાત પણ કરી હતી, જે બાદ બે મહિનાથી પરિવાર સાથે તે વરાછામાં રહેતી હતી.
