જામનગર એરફોર્સ સ્ટેશન પર વાયુસેનાનું શક્તિ પ્રદર્શન

Wednesday 25th November 2026 05:56 EST
 

જામનગરઃ એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ’ નામની બહુરાષ્ટ્રીય માનવીય સહાય અને આપત્તિ રાહત કવાયતનું આયોજન કરાયું હતું. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ કવાયતનો મુખ્ય કાર્યક્રમ 19 નવેમ્બરે યોજાયો હતો, જેમાં ચક્રવાત અને પૂર જેવી કુદરતી આપત્તિની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરીને વિવિધ સુરક્ષા અને બચાવ એજન્સી દ્વારા કરાતી કામગીરીનું નિદર્શન કરાયું હતું. ભારતીય વાયુસેના, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ, NDRF અને SDRF સહિતની ટીમોએ સંકલિત રીતે બચાવ અને રાહત કામગીરીમાં ભાગ લીધો હતો. આ કવાયતનો હેતુ આપત્તિ સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન, ઝડપી પ્રતિસાદ અને બચાવ કામગીરીની ક્ષમતામાં વધારો કરવાનો હતો. કવાયત દરમિયાન સૌપ્રથમ ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન અને પૂર જેવી પરિસ્થિતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus