જામનગરઃ આમ આદમી પાર્ટીના 26 જેટલા નેતાઓ અને કાર્યકરો વિધિવત્ રીતે કોંગ્રેસનો ખેસ પહેરીને તેમાં જોડાઈ ગયા છે. અમદાવાદ ખાત રાજીવ ગાંધીભવનમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, સાંસદ રણદીપસિંહ સૂરજેવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને તુષાર ચૌધરી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં આપના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાનારા આપ નેતાઓએ કહ્યું કે, આમ આદમી પાર્ટીની નીતિઓ અને પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં પક્ષની નિષ્ફળતાથી તેઓ નારાજ હતા.
