જીવન સંઘર્ષ કરતા ‘રાજા’ની આસામથી વનતારા સુધી ઉડાન

Wednesday 25th November 2026 05:13 EST
 
 

આસામમાં સાત અઠવાડિયાનું હાથીનું બચ્ચું ‘રાજા’ જન્મથી જ જીવન સામે સંઘર્ષ કરી રહ્યું છે. માતાની લાત વાગવાથી તેના પાછળના જમણા પગની જાંઘનું હાડકું તૂટી જતાં રાજા ઊભો થઈ શકતો નહોતો. આ અસક્ષમતાથી ‘રાજા’ને માતાનું દૂધ પણ મળ્યું નહોતું. સાત અઠવાડિયાથી ‘વનતારા’ની ટીમ દ્વારા તેની સારવાર કરાઈ રહી હતી, પરંતુ હાલત ગંભીર જણાતાં તેને એરલિફ્ટ કરી જામનગર ‘વનતારા’ ખાતે પહોંચાડાયું છે.


comments powered by Disqus