બારડોલીમાં શ્રમિક પરિવારના 6 સભ્યને નહેરમાં ફેંક્યાઃ 3નાં મોત

Wednesday 25th November 2026 05:13 EST
 

સુરતઃ બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક મંગળવારે શ્રમજીવી પરિવારના સભ્યોને નહેરમાં ફેંકી દેવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ વિસ્તારનો પરિવાર મજૂરીઅર્થે સુરત આવી રહ્યો હતો ત્યારે અજાણી કારમાં આવેલા ચાર શખ્સોએ તેમની કાર આંતરી હતી. જે બાદ પરિવારના સભ્યોને અલગ-અલગ કારમાં બેસાડી નહેરમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં માતા-પિતા સહિત ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 13 વર્ષીય કિશોરનો પાઇપના સહારે જીવ બચ્યો હતો. પરિવારનાં અન્ય બે બાળકો હજુ લાપતા છે. આ ઘટનામાં પરિવારની મહારાષ્ટ્રમાં રહેતી પુત્રીની ફરિયાદના આધારે બારડોલી પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
આરોપીઓએ પરિવારનાં માતા-પિતા નીતિન પાટીલ, સવિતા પાટીલ અને તેમના બાળક પ્રથમેશ પાટીલને એક કારમાં બેસાડ્યાં હતાં, જ્યારે નીતિનના બીજા પુત્ર કરણ પાટીલ અને નીતિનની પુત્રી ખુશી સંજય પાટીલનાં બે બાળકો સ્વીટી અને હરીશ એમ 3 બાળકોને બીજી કારમાં બેસાડ્યાં હતાં. જેમને પ્રથમ નહેરમાં ફેંક્યા બાદ નીતિન, સવિતા અને પ્રથમેશને પણ ફેંકી દેવાયાં હતાં.


comments powered by Disqus