રશિયા દગાખોર, નોકરીની લાલચ આપી યુદ્ધમાં ધકેલે છેઃ પીડિત યુવક

Wednesday 25th November 2026 05:13 EST
 

મોરબીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં નોકરીની લાલચે ફસાયેલા વધુ એક ભારતીય યુવાનનો વીડિયો સંદેશો સામે આવ્યો છે. રશિયા વતી લડતા યુક્રેનિયન સૈન્ય સમક્ષ સરેન્ડર કરનાર આ યુવાને ભારત સરકારને તાત્કાલિક અસરથી રશિયાના વિઝા પર પ્રતિબંધ મૂકવા અને ભારતીય યુવાનોને રશિયા ન જવા અપીલ કરી છે.
મોરબીના સાહિલ સિવાય અન્ય એક યુવાન ગુરપ્રિત રંઘાવા પણ યુક્રેનમાં ફસાયો છે. આ યુવાનનો વીડિયો સંદેશો સામે આવ્યો છે. તેમાં તેણે ભારતીય યુવાનોને રશિયા ન જવા અપીલ કરી છે. રશિયા વતી યુદ્ધ લડતા યુક્રેન સામે સરેન્ડર કરનારા ભારતીય યુવાન ગુરપ્રિત રંધાવાએ વીડિયોમાં ભારતની સરકારને અપીલ કરી છે કે, રશિયાના વિઝા પર પ્રતિબંધ મૂકો. રશિયા દગાખોર છે, ભારતીય યુવાનોને ફસાવે છે. ફેસબુક પર લાખોની નોકરીની ઓફર કરે છે અને ઓફરની લાલચમાં યુવાનો રશિયામાં ફસાઈ જાય છે. આ યુવાને દાવો કરતાં જણાવ્યું હતું કે, તેની નજર સામે ભારત અને નેપાળના હજારો-લાખો લોકો માર્યા ગયા છે.


comments powered by Disqus